76 ગુર્જર અને મીના જ્ઞાતિ વચ્ચે અથડામણ: કારણ:- ગુર્જર જ્ઞાતિનો અનુસૂચિત જનજાતિમાં (એસ.ટી.-શિડ્યુલ ટ્રાઇબ) સમાવેશ કરવાનો મીના જ્ઞાતિના આગેવાનોએ વિરોધ કર્યો. વિગત:- ગુર્જરોએ પોતાના સમાજને અનુસૂચિત જનજાતિમાં સમાવવા આંદોલન ઊભુ કર્યું છે. આ મુદ્દે મીના જ્ઞાતિના આગેવાનો આ આંદોલનનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. મીના જ્ઞાતિ દ્વારા શા માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે? તેના મૂળ કારણો કયા છે? આ બંને જ્ઞાતિ વચ્ચે થતા આવા ઘર્ષણો પાછળના મુખ્ય કારણો અંગેનો દસ્તાવેજ રજૂ કરવો જોઇએ. 77 ભારતીય અને ઇઝરાયલી સૈન્ય પર હિઝબુલ્લાહ આતંકીઓના હુમલા: ભારતીય અને ઇઝરાયલી સૈન્ય પર હિઝબુલ્લાહ આતંકીઓના હુમલા: વિગત:- ઇઝરાયલમાં શાતિ સ્થાપવાના હેતુસર તહેનાત ભારતીય તથા ઇઝરાયલી સૈન્ય દળો પર હિઝબુલ્લાહ આતંકવાદીઓના હુમલાઓ અંગે એક વિગતવાર દસ્તાવેજ રજૂ કરવો જોઇએ, જે એની રજેરજ માહિતી પૂરી પાડી શકે. 78 રામમંદિર વિવાદ અંગે અડવાણી અને સિંઘલ વચ્ચેનો સંઘર્ષ: કારણ:- વિશ્વ હિન્દુ પરિસદના પ્રમુખ અશોક સિંઘલ અને ભાજપ નેતા એલ. કે. અડવાણી વચ્ચે રામમંદિર વિવાદ મુદ્દે ઘર્ષણ. વિગત:- ભાજપ નેતા એલ. કે. અડવાણી અને વિહિપ પ્રમુખ અશોક સિંઘલ વચ્ચે રામમંદિર મુદ્દે ઉભા થયેલા વિવાદ સંબંધિત એક દસ્તાવેજ રજૂ કરવો જોઇએ. આ બંન્ને નેતાઓ વચ્ચે અન્ય વિવાદો અંગેની માહિતી અથવા બીજા બધા વિહિપ તથા ભાજપ નેતાઓ દરમિયાનની માહિતી અસંગત છે. 79 ચીન અને માઉન્ટ એવરેસ્ટ વચ્ચે પાકા રસ્તા બાંધવા : કારણ:- ચીનથી માઉન્ટ એવરેસ્ટ સુધી પાકો રસ્તો બાંધવાનું આયોજન. વિગત:- ચીનથી માઉન્ટ એવરેસ્ટ સુધી પાકો રસ્તો બાંધવાના આયોજન અંગેનું વર્ણન કરતો સંબંધીત દસ્તાવેજ હોવો જોઇએ. આ મુદ્દે ભારત તથા ચીનની સરકારો દરમિયાન થયેલી વાટાઘાટો અંગેની માહિતી પણ સુસંગત રહેશે. 80 બાબરીધ્વંસ અંગેના અડવાણી વિરુદ્ધના કેસની કાર્યવાહી શરુ થઇ: કારણ:- બાબરીધ્વંસમાં પોતાની સંડોવણી માટે અડવાણી વિરુદ્ધ કાયદેસર રીતે કાર્યવાહીનો પ્રારંભ વિગત:- આ અંગે સંબંધિત દસ્તાવેજમાં FIRની નોંધણી સહિત અડવાણી વિરુદ્ધ જે કાયદેસર પગલાં લેવાની શરૂઆત થઇ તે અંગેની માહિતી અચૂક હોવી જોઇએ. રાયબરેલી કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલ હુકમનો ઉલ્લેખ પણ હોવો જોઇએ. અહીં જરૂરી નથી કે અલાહબાદ હાઇકોર્ટમાં કેસનો તબાદલો કરવામાં આવ્યો અને અલાહબાદ કોર્ટમાં શું બન્યુ હતુ તે અંગેની માહિતી આપવી જ. 81 ભારતમાં જાપાનીઝ એન્સેફલિટીઝ સામે આરોગ્યલક્ષી કાર્યક્રમ સંબંધિત સમસ્યાઓ: કારણ:- જાપાનીઝ એન્સેફલિટીઝ સમસ્યા સામે ભારતીય આરોગ્ય મંત્રાલયે ભારતીય બાળકોના રક્ષણ માટે ચોક્કસ યોજનાઓ ઘડી કાઢી છે. આ યોજનાઓ અમલમાં લાવવાથી શું સમસ્યાઓ ઊભી થઇ છે? વિગત:- જાપાનીઝ એન્સેફલિટીઝ સામે ભારતીય બાળકોને રસીકરણ કરવામાં કઇ સમસ્યાઓ આડે આવી છે? આ બધી સમસ્યાઓમાં એક એ છે કે ભારતમાં પૂરતા પ્રમાણમાં રસીનું ઉત્પાદન થતુ નથી. આથી, રસી બહારના દેશોમાંથી (ખાસ કરીને ચીન) આયાત કરવાનું વિચારવામાં આવ્યુ છે. સંબંધિત વાટાઘાટો પણ નોંધી લેવામાં આવે તે સુસંગત રહેશે. 82 શ્રીનગર અને મુઝફ્ફરાબાદ વચ્ચે પ્રસ્તાવિત બસસેવા: કારણ:- શ્રીનગર અને મુઝફ્ફરાબાદ વચ્ચે બસસેવાની પ્રસ્તાવના અને તેનાથી ભારત-પાક વિવાદનું નિરાકરણ વિગત:- ભારતમાં શ્રીનગરથી પાકિસ્તાનમાં મુઝફ્ફરાબાદ સુધી પ્રસ્તાવિત બસસેવાની વિચારણા કરાઇ રહી છે. બંન્ને દેશો વચ્ચેના વિવાદોમાં આ સેવા દ્વારા સમાધાનની આશાઓ જાગી છે? 83 લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાનનું ચૂંટણી અભિયાન: કારણ:- લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન દ્વારા મુસ્લિમ મતદારોના મત મેળવવાનો પ્રયાસ વિગત:- લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન દ્વારા મત મેળવવાના જે પ્રયાસો થયા તેનું વર્ણન સંબંધીત દસ્તાવેજમાં હોવું જોઇએ. ખાસ કરીને મુસ્લિમોને જો વચન અને લાલચો બતાવવામાં આવ્યા છે તે અંગેની માહિતી પણ હોવી જોઇએ. 84 સ્વામી રામદેવ વિરુદ્દ બ્રિન્દા કરાતના આક્ષેપ: કારણ:- બ્રિન્દા કરાતે એવા આક્ષેપો ઉભા કર્યા છે કે સ્વામી રામદેવ દ્વારા વેચવામાં આવતા ઔષધોમાં પ્રાણીઓના અવયવનો ઉપયોગ થાય છે. વિગત:- રામદેવ દ્વારા વેચાતા ઔષધોમાં પ્રાણીઓના અવયવોના ઉપયોગ થાય છે એવા બ્રિન્દા કરાતના આક્ષેપવાળી ફરિયાદ વિશેની માહિતી આવરી લેતો સંબંધિત દસ્તાવેજ હોવો જોઇએ. તો આનાથી ભારતના ડ્રગ અને કોસ્મેટીક્સ એક્ટ (અધિનિયમ) માં હિંસા લાયસંસ અને લેબલ અંગેના નિયમો પ્રસ્થાપિત કરાવવામાં આવે. 85 મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસનો આરોપી અબુ સાલેમ કસ્ટડીમાં: કારણ:- કોર્ટ દ્વારા મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમના રિંમાડ લેવા હુકમ જારી કરવામાં આવ્યો. વિગત:- મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં અબુ સાલેમની સંડોવણી વિશેની માહિતી સુસંગત રહેશે. પ્રદિપ જૈન હત્યા કેસ અથવા તો પાસપોર્ટ, ફોજદારી કેસ વગેરે જેવા અબુ સાલેમના અપરાધો સંબંધિત માહિતી અસંગત છે. 86 મુંબઇ અને દિલ્હી એરપોર્ટનું ખાનગીકરણ: કારણ:- મુંબઇ અને દિલ્હી એરપોર્ટનું ખાનગીકરણ કરવા અંગેનો સરકારનો નિર્ણય અને તે માટે ટેન્ડર (બિડ્ઝ) મંગાવવામાં આવ્યા. વિગત:- મુંબઇ અને દિલ્હી એરપોર્ટનું આધુનિકીકરણ અને ખાનગીકરણ કરવાના નિર્ણય વિશેની માહિતી ધરાવતો સંબંધિત દસ્તાવેજ હોવો જરૂરી છે. અનિલ અંબાણીની માલિકીનું રિલાયન્સ એરપોર્ટ ડેવલોપર લિમીટેડની ટેન્ડર પ્રક્રિયામાં બંને એરપોર્ટ માટેની ભાગીદારી વિશેની માહિતી સુંસંગત છે પણ એ પછી કોર્ટમાં ઉભા થતા કેસ અંગેની વિગતો દર્શાવતા લેખ વિશેની માહિતી સુંસંગત નથી. 87 સીયાસીન ફરતે સૈનિકદળોની સ્થિતીને ધ્યાનમાં લઇને મનમોહનસિંહ અને પરવેઝ મુશર્રફ વચ્ચેની મંત્રણાઓ કારણ:- સીયાસીન ફરતે સૈનિકદળોની અંગે ભારતના મનમોહનસિંહ અને પાકિસ્તાનના પરવેઝ મુશર્રફ વચ્ચેની વાટાઘાટો. વિગત:- સીયાસીન ફરતે સૈનિકદળોની સ્થિતી વિશેની ભારતના મનમોહનસિંહ અને પાકિસ્તાનના પરવેઝ મુશર્રફ વચ્ચેના વાર્તાલાપો વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. 88 શંકર રમણ હત્યાના આરોપીની ધરપકડ કરવાનાં વિરોઘમાં લોકોનો આક્રોશ: કારણ:- શંકર રમણ હત્યાની સંડોવણીમાં આરોપી જયેન્દ્ર સરસ્વતી કે જે કાંશીના શંક્રાચાર્ય છે અને વિજયેન્દ્ર સરસ્વતી આ બંનેની ધરપકડ બદલ જનાક્રોશ ભભુકી ઉઠ્યો. વિગત:- શંકર રમણ હત્યાની સંડોવણી બદલ જયેન્દ્ર સરસ્વતી અને ઉપશંક્રાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીની ધરપડ કરવામાં આવી હતી. આ અંગેના સંબંઘિત દસ્તાવેજમાં આ ધરપકડ અને પ્રજાના વિરોધ અંગેની માહિતી સમાવવી જોઇએ. 89 ખાદ્યતેલ કૌભાંડમાં કોગ્રેસના મંત્રીઓની સંડોવણી: કારણ:- વિદેશ સંચારમંત્રી નટવરસિંહ તથા અન્ય કોંગ્રેસના મંત્રીઓની ઇરાકી ખાદ્યતેલ કૌભાંડમાં કથિત સંડોવણી અને સંબંધિત પૂછપરછ વિગત:- ભારતના વિદેશ સંચારમંત્રી નટવરસિંહ તથા અન્ય કોંગ્રેસના મંત્રીઓની ઇરાકી ખાદ્યતેલ કૌભાંડમાં કથિત સંડોવણી વિશે માહિતી સમાવતો દસ્તાવેજ હોવો જોઇએ. એ અંગે જે પૂછપરછ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા કરવામાં આવી હોય તે દરેક માહિતી દસ્તાવેજમાં આવરી લેવી જોઇએ. 90 ભારતીય પ્રતિનિધિઓની બાગ્લાદેશ મુલાકાત: કારણ:- ભારતીય પ્રતિનિધિઓની એક ટુકડીએ પાણીની વહેંચણી સલામતી તથા આંતકવાદીઓના તાલીમ કેમ્પ જેવા મુદ્દાઓ માટે મંત્રણા કરવા ઢાકાની મુલાકાત લીધી. વિગત:- ભારતીય પ્રતિનિધિઓની બાગ્લાદેશની મુલાકાત લીધી એ સંદર્ભે જે નિષ્કર્ષ આવ્યો એ વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ જેમકે:- ભારત અને બાગ્લાદેશ વચ્ચે તિસ્તા નદીના પાણીની વહેંચણી સલામતી તથા તાલીમ કેમ્પ બાંગ્લાદેશે પોતાની જમીન પર આંતકવાદી કેમ્પની હાજરી ન હોવાનો દાવો કરવા પર ભારતની નિરાશા. ભારતની સમજાવટ કે બાંગ્લાદેશમાં ઉલ્કા આતંકવાદીઓને તાલીમ અપાઇ રહી છે. અને તેમની ગતિવિધિઓનું ત્યાંથી નિયમન થઇ રહ્યુ છે. 91 પ્રતિભા પાટિલ વિરૂધ્ધ નાંણાકીય ભ્રષ્ટાચારના આરોપ: કારણ:- પ્રતિભા પાટિલ વિરૂધ્ધ નાંણાકીય ભ્રષ્ટાચાર માટે દંડ વિગત:- પ્રતિભા પાટિલ વિરૂધ્ધ નાંણાકીય ભ્રષ્ટાચારના વિવિધ દંડ વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. દા.ત. કારગિલ ફંડનું નાણું પોતાના નામે કરી લેવું એક કો-ઓપરેટીવ બેંકમાંથી નાણાં ઉપાડી સંબંધીઓને મદદ કરવી જેમાં આ નાંણાં ફરી ક્યારેય ભરપાઇ કરવામાં આવ્યા ન હતા વગેરે. આ જ બાબતના આધારે એન.ડી.એ. દ્વારા રાષ્ટ્રપતિના પદ માટે પ્રતિભા પાટિલનું નામકરણ થવા સામે એન.ડી.એ. દ્વારા વિરોધ કરવામાં આવ્યો તે વિશેની માહિતી પણ સુસંગત રહેશે. 92 શ્રીલંકાના તમિલ વ્યાઘ્રોની પ્રવ્રુતિઓ: કારણ:- શ્રીલંકામાં તમિલ વ્યાઘ્રો બંડખોર ગતિવિધિઓ વિગત:- તમિલ વ્યાધ્રોની વિનાશકારી પ્રવ્રુતિઓ જેવીકે ગૃહયુદધ્ધમાં તેમની ભૂમિકા, શ્રીલંકાના સૈનિકો પર હુમલા વગેરે વિશેની માહેતીનો સંબંધિત દસ્તાવેજ હોવો જોઇએ. 93 સંસંદમાં પ્રશ્નો ઉઠાવવા માટે લાંચ: કારણ:- સંસંદમાં પ્રશ્નો ઉઠાવવા માટે અમુક સાંસદો લાંચ સ્વીકારતા કેમેરામાં ઝડપાઇ ગયા. વિગત:- લોકસભા તથા રાજ્યસભાના કેટલાક સાંસદો સંસદમાં પ્રશ્ન ઉઠાવવા માટેની લાંચ સ્વીકારતા કેમેરામાં રંગે હાથે ઝડપાઇ ગયા હતા આ વિશેની માહિતી સંબધિત દસ્તાવેજમાં હોવી જોઇએ. 94 ભારતીય નૌકાદળ ગુપ્ત માહિતી લીક કરવા બદલ કસૂરવાર ઠર્યુ: કારણ:- ભારતીય નૌકાદળ ગુપ્ત માહિતી લીક કરવાના આરોપસર આકરી પૂછપરછ વિગત:- ભારતીય નૌકાદળ પર એવો આરોપ મૂકાયો હતો કે ગુપ્ત માહિતી વિદેશની સરકારો આગળ લીક કરવામાં આવી હતી આવા આરોપો અંતર્ગત સી.બી.આઇ. દ્વારા કરવામાં આવેલી તપાસ વિશેની માહિતી ધરાવતો સંબંધિત દસ્તાવેજ હોવો જોઇએ. 95 બિગ બ્રઘર રીયાલીટી શો માં વંશીય ટિપ્પણી: કારણ:- બિગ બ્રઘર રીયાલીટી શોમાં શિલ્પા શેટ્ટી અને ઝેડ ગુડ્ડી દરમ્યાન વંશવાદને રજુ કરતી ટિપ્પણી. વિગત:- આ અંગેના દસ્તાવેજમાં સેલિબ્રીટી બિગ બ્રધર શો માં શિલ્પા શેટ્ટી પ્રત્યેનું ઝેડ ગુડીનું વર્તન અને શિલ્પા શેટ્ટીની એ માટેની પ્રતિક્રિયા વિશેની માહિતી હોવી જોઇએ. 96 પ્રમોદ મહાજનો હત્યારો: કારણ:- પ્રમોદ મહાજનો હત્યારાનું કોર્ટમાં નિવેદન તથા તેના વિરૂધ્ધ કોઇ સજા નહિ કરવાની માંગણી. વિગત:- પ્રમોદ મહાજન હત્યા ટ્રાયલમાં આરોપીએ પોતાને સજા નહિ કરવાની માંગણી કરી આ અંગે તેણે જે નિવેદન કર્યુ તે વિશેની માહિતીનો સંબંધિત દસ્તાવેજ હોવો જોઇએ. 97 રિલાયન્સ ગ્રુપની માલિકી માટે અંબાણીબંધુઓ વચ્ચેનો ઝગડો: કારણ:- રિલાયન્સ ગ્રુપની માલિકી બાબતે મુકેશ અંબાણી તથા અનિલ અંબાણી વચ્ચેનો ખટરાગ વિગત:- મુકેશ અંબાણી તથા અનિલ અંબાણી વચ્ચે રિલાયન્સ ગ્રુપની માલિકી અંગે ખટરાગ ઉભો થયો તથા રિલાયન્સ ગ્રુપની મિલકતનું મુલ્યાંકન કરેલો કે. વી. કામથનો અંતિમ અહેવાલ વગેરે વિશેની માહિતી સુસંગત રહેશે. 98 ચીનના અરૂણાચલ પ્રદેશ પરના દાવાને ભારતે વખોડી કાઢ્યુ: કારણ:- ચીનના અરૂણાચલ પ્રદેશ પરના દાવાને ભારતે વખોડી કાઢ્યુ વિગત:- ચીનના અરૂણાચલ પ્રદેશ પરના દાવાને ભારતે જે શબ્દોમાં વખોડ્યો અને તે માટે જે દલીલો રજૂ કરી તે દરેક માહિતી સંબંધિત દસ્તાવેજમાં હોવી જોઇએ. અરૂણાચલ પ્રદેશની સરકારે આ અંગે જે નિવેદન કર્યુ હોય તે માહિતી સુસંગત રહેશે નહિ. 99 લાલુ પ્રસાદ યાદવ અને ઘાસચારા કૌભાંડ: કારણ:- ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવની સંડોવણી દર્શાવતા પૂરાવા. વિગત:- કરોડો રૂપિયાના ઘાસચારા કૌભાંડમાં ભૂતપૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવની સંડોવણી દર્શાવતા પૂરાવા વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. 100 મોનીકા બેદી અને પાસપોર્ટ ફોર્જરી કેસ: કારણ:- હૈદ્રાબાદથી નકલી સહી કરેલ પાસપોર્ટ મેળવવા બદલ મોનીકા બેદીને દંડ થયો. વિગત:- હૈદ્રાબાદમાં ખોટુ નામ ધારણ કરીને નકલી સહી કરીને પાસપોર્ટ મેળવવા બદલ મોનીકા બેદીને જે સજાઓ થઇ તથા આ અંગે સી.બી.આઇ. એ જે તપાસ કરી તે વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. બીજે ક્યાંય નકલી સહીવાળો પાસપોર્ટ મેળવ્યો હોય તે વિશેની માહિતી અહીં અસંગત રહેશે. 101 પ્રમોદ મહાજનના નિવાસસ્થાને ડ્રગ પાર્ટી: કારણ:- સ્વર્ગીય પ્રમોદ મહાજનના સત્તાવાર નિવાસસ્થાને ડ્રગ અને શરાબપાનની મહેફીલ વિશેની વિગતો કે જેમાં પ્રમોદ મહાજનના દિકરા રાહુલ, વિવેક મોઇત્રા અને અન્ય લોકોની સંડોવણી હતી. વિગત:- રાહુલ મહાજન અને વિવેક મોઇત્રા મોડી રાતનું શરાબ અને ડ્રગ્સની મહેફિલમાં સામેલ હતા અને પ્રમોદ મહાજનના સત્તાવાર નિવાસસ્થાને તેઓ પકડ્યા હતા એ રાત્રે શું બન્યુ જેમકે કોણ કોણ હાજર હતા, કેવા પ્રકારનો શરાબ હતો કે ડ્રગ્સ હતા વગેરે જેવી માહિતી સંબંધિત દસ્તાવેજમાં હોવી જોઇએ. આમાં આ બનાવ પછી રાજકીય અસરો રાહુલના મેડિકલ રિપોર્ટ વિશેના વિવાદો, પોલીસની તપાસ વગેરે વિશેની માહિતી અસંગત રહેશે. 102 ડોપીંગ કૌભાંડમાં પાકિસ્તાની ક્રિકેટરોની સંડોવણી: કારણ:- શોએબ અખ્તર અને મોહમદ આસીફ વિરૂધ્ધ ડોપીંગ મામલે સજા વિગત:- શોએબ અખ્તર અને મોહમદ આસીફ સામે ડોપીંગ મામલે જ પગલા લેવામાં આવ્યા અથવા સી. એ. એસ. દ્વારા જે પગલા લેવામાં આવ્યા એ વિશેની સ્પષ્ટ માહિતી ધરાવતો સંબંધિત દસ્તાવેજ હોવો જોઇએ. 103 બગલીહાર હાઇડ્રો ઇલેકટ્રિક પાવર પ્રોજેક્ટ ફરતે બે પ્રકારની સમસ્યાઓ: કારણ:- બગલીહાર હાઇડ્રો ઇલેકટ્રિક પાવર પ્રોજેક્ટ અંગે ભારત પાકિસ્તાન સંઘર્ષની ભારતની કેવીક સ્થિતી છે. વિગત:- સિંધુ નદીના પાણી વહેંચણીના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે બગલીહાર હાઇડ્રો ઇલેકટ્રિક પાવર પ્રોજેક્ટથી વધારે તણાવ ઉભો થયો છે. આ મામલે ભારત સરકારની સ્થિતી વિશેનું વર્ણન ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. 104 જયા બચ્ચન રાજ્યસભામાંથી ફેંકાઇ ગયા: કારણ:- ઓફીસ ઓફ પ્રોફીટના કારણે જયા બચ્ચન રાજ્યસભાના સભાપદથી વંચિત રહી ગયા. વિગત:- ઓફીસ ઓફ પ્રોફીટ સંભાળવાના કારણે જયા બચ્ચને રાજ્યસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યુ આ માટે જે કાયદેસર કાર્યવાહી થઇ તે દરેક માહિતી અંગેનો દસ્તાવેજ હોવો જોઇએ. 105 તાજ હેરિટેજ કોરિડોર કૌભાંડ: કારણ:- કરોડો રૂપિયાના તાજ હેરિટેજ કૌભાંડમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તથા ઉચ્ચ હોદ્દેદારોની કથિત સંડોવણી અંગે CBIની તપાસ વિગત:- ૧૭૫ કરોડ રૂપિયાના તાજ હેરિટેજ કોરિડોર કૌભાંડ સાથે સંકળાયેલા માયાવતી, ડી. એસ. બગ્ગા અને આર. કે. શર્માની CBI દ્રારા જે તપાસ થઇ તે દરેક માહિતી અંગેનો દસ્તાવેજ હોવો જોઇએ. 106 તસ્લીમા નસરીનના પુસ્તક ‘શેમ’ પર પ્રતિબંધ: કારણ:- મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ તસ્લીમા નસરીનના પુસ્તક ‘શેમ’ પર પ્રતિબંઘ લાદવામાં આવ્યો. વિગત:- તસ્લીમા નસરીનના પુસ્તક ‘શેમ’ સામે મુસ્લિમ પ્રજાના નિવેદનો અથવા તેના પ્રતિબંધના પરિણામો વિશેનો દસ્તાવેજ હોવો જોઇએ. એમાં અન્ય પુસ્તક પરના પ્રતિબંઘની માહિતી ન હોવી જોઇએ. 107 ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ વિરોધી ઉચ્ચારણનો દર્શાવતી CD પ્રસારિત કરવાનો જુવાળ: કારણ:- BJP દ્વારા મુસ્લિમ વિરોધી ઉચ્ચારણને દર્શાવતી સીડી(CD)નું ઉત્તરપ્રદેશની ચુંટણીઓ દરમ્યાન વિતરણ કરવું તથા તે માટે પગલાં લેવા વિગત:- સીડી(CD)ના આ વિતરણમાં ભાજપની સંડોવણી વિશે અથવા ભાજપના કાર્યકર્તાઓના આ CD બનાવવામાં સંડોવણી અંગેની માહેતીનો સંબંઘિત દસ્તાવેજ હોવો જોઇએ. 108 ગ્રેટર નાગાલેંડ: કારણ:- એક નાગા સંસ્થા NSCN દ્વારા ગ્રેટર નાગાલેંડની માંગણી થઇ છે. અને આ માંગણી વિરૂધ્ધ પડોશી રાજ્યોએ વિરોધ ઉઠાવ્યો. વિગત:- ગ્રેટર નાગાલેંડની માંગણી વિશે તથા એ માંગણી સામે આસામ, મણિપુર અને અરૂણાચલ પ્રદેશે ઉઠાવેલા વિરોધ વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. 109 રાજ ઠાકરેનો નવો રાજકીય પક્ષ ઉભો કર્યો /બનાવ્યો: કારણ:- મુંબઇમાં નવો રાજકીય પક્ષ ઉભો કરવાનો રાજ ઠાકરેનો નિર્ણય અને એ અંગેની તેની જાહેરાત વિગત:- રાજ ઠાકરે અને બાલ ઠાકરેના પુત્ર ઉધ્ધવ ઠાકરે વચ્ચે સતત ચાલતા રહેતા ખટરાગ વિશેની તથા નવો રાજકીય પક્ષ રચવાના રાજ ઠાકરેના નિર્ણય વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. 110 સીનો - ઇન્ડિયન સંબંધ અને સરહદી વેપાર: કારણ:- નાથુલાની સરહદ પર સરહદી વેપાર અને સીનો - ઇન્ડિયન સંબંધ પર તેની અસર વિગત:- સીનો - ઇન્ડિયન સંબંધોને પ્રસ્તાપિત કરતો સરહદી વેપાર અપેક્ષાઓ તથા સત્તા દ્દારા થતી સમજૂતીઓ વગેરે દ્વારા બે દેશ વચ્ચેના સંબંઘો સંભવિત મુદ્દાઓ વગેરેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. નાથુલા સરહદ પાર સામાનની લેવડ-દેવડની માહિતી અસંગત રહેશે. 111 મુંબઇમાં ડાન્સબાર પર પ્રતિબંધ: કારણ:- મુંબઇમાં ડાન્સબાર પર પ્રતિબંધ અને આ પ્રતિબંધની વિરૂધ્ધમાં બાર ડાન્સનોએ વિરોધ પગટ કર્યો. વિગત:- મુંબઇમાં ડાન્સબાર પર પ્રતિબંધ લગાવવા મહારાષ્ટ્ર સરકારે લીધેના નિર્ણય વિશે અથવા આ હુકમ વિરૂધ્ધ બાર ડાન્સરોએ યોજેલી રેલી વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. 112 ગુટખા ઉત્પાદનકર્તા અને અન્ડરવર્લ્ડ વચ્ચેની સાંઠગાંઠ: કારણ:- ગોવા અને માણિકચંદ ગુટખા ઉત્પાદક કંપનીઓ તથા દાઉદ ઇબ્રાહિમ વચ્ચેની સાંઠગાંઠ વિગત:- ગોવા અને માણિકચંદ ગુટખા કંપનીના માલિકો તથા ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ વચ્ચેની સાંઠગાંઠ વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. દાઉદ ઇબ્રાહિમ અને અન્ય કંપનીઓ વચ્ચેની સાંઠગાંઠ વિશેની માહિતી અહિં અસંગત રહેશે. 113 બાંગ્લાદેશ રાજકીય સંઘર્ષ /અથડામણ: કારણ:- BNPનો આંતરિક સંઘર્ષ તથા અવામી લીગ અને BNP વચ્ચેનો સંઘર્ષ વિગત:- BNPના ટેકેદારો દરમ્યાન થયેલા સંઘર્ષ અને શેખ હસીનાના ટેકેદારો તથા ખાલીદા ઝીયાના ટેકેદારો વચ્ચેની અથડામણ અને આ અથડામણમાં માર્યા ગયેલા કે ઘવાયેલા લોકો વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. 114 સંરક્ષણ મંત્રાલયમાં શસ્ત્ર કૌભાંડની તપાસ: કારણ:- ડેનેલ સાથે જ્યોર્જ ફર્નાન્ડીઝના શસ્ત્ર કરાર અને આમાં અનિયમિતતા બદલ પ્રણવ મુખર્જીએ તપાસની કરેલી માંગણી. વિગત:- દક્ષિણ આફ્રિકાની કંપની ડેનેલ સાથે પૂર્વ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝના શસ્ત્રો બાબતે સહી કરાર વિશેની માહિતી દસ્તાવેજ હોવો જોઇએ. સંરક્ષણ મંત્રી પ્રણવ મુખર્જીએ આ અંગે વિગતવાર પૂછપરછ કરી તે વિશે અને શસ્ત્ર ખરીદી વિશેની તપાસ કરાવવા વિશેની માહિતી પણ અહીં સુંસંગત છે. 115 વારાણસીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો: કારણ:- સંકટમોચન મંદિરમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટોથી અફડાતફડી વિગત:- વારાણસીમાં શ્રેણીબધ્ધ ધડાકા ભીડભર્યા સંકટમોચન મંદિરમાં પ્રથમ ધડાકો, અનેક લોકો માર્યા ગયા અને ઘવાયા વગેરે વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. 116 એન્કાઉન્ટર નિષ્ણાંત દયા નાયક: કારણ:- બેહદ મિલકત ધરાવવાના કારણસર દયા નાયક સામે ACBએ શું પગલા લીધાં વિગત:- એન્કાઉન્ટર નિષ્ણાંત દયા નાયક વિરૂધ્ધ ACB(લાંચ વિરોધી વિભાગ) દ્વારા જે પગલા લેવામાં આવ્યા અથવા જે દંડની જોગવાઇ કરવામાં આવી તે વિશેની સ્પષ્ટ માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. તેની પત્ની તથા તેના સહભાગીદાર સામે થયેલા દંડની વિશેની માહિતી અંહિ અસંગત રહેશે. 117 કંલિગાનગર જમીનનો વિવાદ: કારણ:- કંલિગાનગર ખાતે જમીન પચાવી પાડવા બાબતે અનુસૂચિત જાતિ તથા ઓરિસ્સા સરકાર દ્વારા કેન્દ્રની મધ્યસ્થી માંગતી વાટાઘાટોની પહેલ વિગત:- ઓરિસ્સાના આદિવાસીઓએ ઓરિસ્સા સરકારને જમીન પચાવવા બાબતે મિંટીંગ બોલાવવા કહ્યુ હતું. ઓરિસ્સાની રાજ્ય સરકારે આ અંગે કેન્દ્રની મધ્યસ્થી માહિતી માંગી હતી. આ દરેક વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. મિંટીંગ વિશની અન્ય વિગતો અહિં અસંગત રહેશે. 118 અયોધ્યામાં આતંકવાદી હુમલો: કારણ:- અયોધ્યામાં આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાની આતંકવાદી જૂથોની સંભવિત સંડોવણી અને આ હુમલાની અસર વિગત:- અહિયાં અફડાતફડીનો માહોલ, હુમલા પાછળ રાજકીય પ્રતિભાવો, હુમલા માટે જવાબદાર પાકિસ્તાની આતંકવાદી જુથોની સંડોવણીની શંકા, ભાજપના આક્ષેપો કે ધાર્મિક લાગણી દુભાવાય છે વગેરે વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. 119 તાજ મહેલ વિવાદ: કારણ:- તાજ મહેલની માલિકીનો વિવાદ વિગત:- શું તાજ મહેલ એ વક્કુની પ્રોપર્ટી છે. ઉત્તરપ્રદેશનાં સુન્નિ વક્કુ બોર્ડ દ્વારા કરવામાં આવેલા આ દાવા માટે કયો આધારિત પૂરાવો છે. ભારતીય આર્કોલોજીકલ સર્વે વિશેની આધારભુત પૂરાવા માંગતી પૂછપરછ વિશેની માહિતી અહિં સુંસંગત રહેશે. તાજ મહેલનું ખાનગીકરણ કરાવાના પ્રયાસો વિશેની પણ કોઇપણ માહિતી અહિં સુંસંગત રહેશે. 120 અનારા ગુપ્તાને સંડોવેલુ સેક્સ સીડી કૌભાંડ: કારણ:- મિસ જમ્મુ બનેલી અનારા ગુપ્તાની સેક્સ સીડી કૌભાંડમાં સંડોવણી બદલ દંડ અને એ વિશે આધ્રંપ્રદેશ ફોરેન્સીક લેબોરેટરીમાંથી તેના રિપોર્ટ વિગત:- અનારા ગુપ્તાની એક સેક્સ સીડી કૌભાંડમાં તેની કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી પણ આધ્રંપ્રદેશ ફોરેન્સીક લેબોરેટરીના રિપોર્ટના કારણે આ સજા પાયાવિહોણી સાબિત થઇ. આ સજાએ તથા ફોરેન્સીક રિપોર્ટ વિશેની માહિતી ધરાવતો દસ્તાવેજ હોવો જોઇએ. 121 સમઝોતા એક્સપ્રેસમાં બોમ્બ વિસ્ફોટ: કારણ:- સમઝોતા એક્સપ્રેસમાં જીવલેણ વિસ્ફોટ વિગત:- સમઝોતા એક્સપ્રેસમાં થયેલા વિસ્ફોટ વિશેના અહેવાલને સંબધિત દસ્તાવેજ માનવો જોઇએ. તથા ધડાકાના કારણે થયેલી ભાગદોડ વિશની માહિતીનો પણ દસ્તાવેજ હોવો જોઇએ. 122 સંજય દત્તની શરણાગતિ: કારણ:- ૧૯૯૩ મુંબઇ ધડાકા કેસના આરોપી અભિનેતા સંજય દત્તની શરણાગતિ વિગત:- ૧૯૯૩ મુંબઇ ધડાકા કેસના આરોપી સંજય દત્તની શરણાગતિ વિશેની માહિતીનો દસ્તાવેજ હોવો જોઇએ. સંજય દત્તની શરણાગતિ માટે કોર્ટે આપેલી સમય મર્યાદા વિશેની માહિતી પણ અહિં સુસંગત રહેશે. 123 યાસર અરાફતનું નિધન: કારણ:- પેલેસ્ટિયન નેતા યાસર અરાફતનું મૃત્યુ. વિગત:- પેલેસ્ટાઇનના નેતા યાસર અરાફતના મૃત્યુ માહિતીનો દસ્તાવેજ હોવો જોઇએ. પેલેસ્ટાઇની રાજકીય અસ્થિરતા વિશેની માહિતી અહિં સુસંગત નથી. 124 ભારતના વિવિધ રાજ્યોમાં ગેરકાનૂની રીતે ડ્રગ્સનું વેચાણ: કારણ:- ભારતના વિવિધ રાજ્યોમાં ગેરકાનૂની રીતે ડ્રગ્સનો વેપાર. વિગત:- આ દસ્તાવેજમાં ભારતના જે સ્થળોએ ગેરકાનૂની રીતે ડ્રગ્સ વેચાય છે તે દરેક સ્થળોની રજૂઆત થવી જોઇએ. ચોક્કસ રાજ્યના નામ ખાસ હેતુલક્ષી બની રહેશે. 125 લાલ મસ્જિદ પર હુમલો: કારણ:- ઉગ્રવાદી વિદ્યાર્થીઓ દ્દારા ઇસ્લામાબાદમાં લાલ મસ્જિદ પર હુમલો વિગત:- આ અંગેના દસ્તાવેજમાં એક અથવા એકથી વધારે એવી નીચે પ્રમાણેની બાબતોની વિશેની માહિતી હોવી જોઇએ. લાલ મસ્જિદના મુખ્ય ઇમામની ધરપકડ, ઉગ્રવાદી વિદ્યાર્થી દ્વારા ઇમામને છોડાવવા માટે લાલ મસ્જિદને ઘેરી લેવી. વિદ્યાર્થીઓ તથા પોલીસ વચ્ચેની અથડામણ.